દેવગઢબારિયા ખાતે મહિલા અધિકારો માટે સમુદાય અને પ્રશાસનની ભૂમિકા વિશે કાર્ય શિબિર યોજાઇ.
પથિક સુતરીયા દે. બારીયા
દેવગઢબારિયા ખાતે મહિલા અધિકારો માટે સમુદાય અને પ્રશાસનની ભૂમિકા વિશે કાર્ય શિબિર યોજાઇ.
દેવગઢબારીયા તાલુકા પંચાયત ખાતે મહિલા માનવ અધિકારો માટે પંચાયત, સમુદાય અને પ્રશાસનની સહિયારી ભૂમિકા વિશે સફળતા પુર્વક કાર્ય શિબિર યોજાઇ હતી જેમાં 52 ગામ ની 147 મહિલાએ ઉત્સાહભેર ભાગ લઇ માહિતી મેળવી હતી.
કાર્યક્રમ ની શરૂઆતમાં ગુલીબેન નાયક પ્રમુખ દેવગઢ મહિલા સંગઠન દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને અધિકારીઓ નું સ્વાગત કરવામા આવ્યું હતું અને સંગઠન ની મહીલા લક્ષી કામગીરી ની માહિતી આપી હતી. ઇનસ બેન દ્વારા કાર્યક્રમનું સંચાલન કર્યું
શ્રી ચંદ્રકાંત મકવાણા પ્રોજેકટ કો ઓર્ડીનેટર અભયમ,181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ પર થતી શારિરીક, માનસીક, જાતિય હિંસા સાથે ઘરેલુ હિંસા માં મદદ, માર્ગદર્શન અને બચાવ માટે 24*7 કાર્યરત્. 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રી પટેલ સાહેબ દહેજ પ્રતિબંધક અધિકારી દ્રારા ઘરેલુ હિંસા અધિનિયમ વિષે વિગતે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ગંગા સ્વરૂપા વિધવા યોજના, વ્હાલી દિકરી યોજનાની વિગતે માહિતિ આપી હતી.
શ્રીમતી ચંદ્રિકાબેન પોલિસ સ્ટેશન તરફ થી મહિલા ના સ્વ બચાવ, પોલિસ કાર્યવાહિ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમ નુ આયોજન આનંદી સંસ્થાના કાર્યકર શીતલબેન, સીમા બેન તરફ થી કરવામાં આવ્યું હતુ.

