દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
સિંધુ ઉદય
દાહોદ તા.૧૩દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા. ૨૬,૦૪૦નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાંનું જ્યારે પોલીસને જાેઈ એક મહિલા નાસી ગઈ હોવાનું જાણવા મળે છે.ગત તા.૧૨મી જુલાઈના રોજ લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીલવાદેવા ગામે નવી વસાહત ફળિયામાં રહેતાં રાધાબેન ચીમનભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં રાધાબેન પોલીસને જાેઈ નાસી ગઈ હતી. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૧૮૬ જેની કુલ કિંમત રૂા. ૨૬,૦૪૦ નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી ઉપરોક્ત મહિલા વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.