દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલોઈ ગામેથી પોલીસે એક ટુ વ્હીલર ગાડી પર લઈ જવાતો રૂા.૫૨,૮૦૦ નો જથ્થો ઝડપી પાડ્યો.
સિંધુ ઉદય
દાહોદ તા.૧૩દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલોઈ ગામેથી પોલીસે એક ટુ વ્હીલર ગાડી પર લઈ જવાતો રૂા. ૫૨,૮૦૦ નો જથ્થો ઝડપી પાડ્યો જ્યારે પોલીસને જાેઈ ટુ વ્હીલર ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૦૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.ગત તા.૧૨મી જુલાઈના રોજ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની કચેરી, દાહોદ ખાતે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં કલાભાઈ વિછીયાભાઈને મળેલ બાતમીના આધારે ગરબાડાના ભીલોઈ ગામેથી એક ટુ વ્હીલર ગાડી પર લઈ જવાતો વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમનો પોલીસે પીછો કરતાં પોલીસને પીછો કરતાં જાેઈ ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડી પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૪૮૦ જેની કુલ કિંમત રૂા. ૫૨,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ટુ વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૧,૦૨,૮૦૦ના મુદ્દામાલ સાથે ટુ વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.