દાહોદ જિલ્લાના રાણપુર ગામના પતિ ના લગ્નેતર સબંધ થી ત્રસ્ત પરણિતા ની મદદે અભયમ દાહોદ.
અજય સાશી
દાહોદ જિલ્લાના રાણપુર ગામના પતિ ના લગ્નેતર સબંધ થી ત્રસ્ત પરણિતા ની મદદે અભયમ દાહોદ દાહોદ જિલ્લા ના રાણપુર ગામ માંથી એક પરિણીતા નો 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ આવેલ કે તેમના પતિ ને અન્ય સ્ત્રી સાથે સબંધ છે અને તેને પત્ની બનાવવા માગે છે હું વિરોધ કરુ તો મને અને બાળકો ને મારઝૂડ કરે છે પોતાનું લગ્નજીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રેસકયુ ટીમ દાહોદ સ્થળ પર પહોંચી પતિ ને કાયદાકિય અને સામાજીક જવાબદારી નુ ભાન કરાવતાં પતિ એ પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી બીજા લગ્ન નહિ કરે અને પત્ની એને બાળકો ને સારી રીતે રાખશે તેવી ખાત્રી આપી હતી.મળતી માહિતી મુજબ દસ વર્ષ નાં લગ્નજીવન બાદ પતિ બીજી પત્ની લાવવા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. જેટલી પણ રોજગારી મેળવે છે તે સ્ત્રી પાછળ બધો ખર્ચ કરે છે. અને નશો કરી લે છે. અને નશો કરી ને આવે તો મને પણ મારે છે. અને મારા છોકરાઓને પણ મારે છે. અભયમ કાઉન્સિલરે પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરેલ સામાજિક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. અને હવે પછી બીજી સ્ત્રી સાથે કોઈ સંબંધ નહિ રાખું અને નશો કરીને ઘરમાં નહિ આવું અને હવે મારી પત્નીને અને મારા છોકરાંઓને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપુ. તેની ખાતરી આપી હતી. અને પસી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક ઝગડા માં સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ. પરણિતા એ પોતાને મળેલ મદદ બદલ અભયમ નો આભાર માન્યો હતો*રીપોર્ટર.અજય.સાંસી*