જીવના જોખમે શિક્ષણ કોતરના પાણીમાં થી શાળાએ જતાં બાળકો.
સંજય જયસ્વાલ
જીવના જોખમે શિક્ષણ: કોતરના પાણીમાં થી શાળાએ જતાં બાળકો,સંતરામપુર તાલુકાના આંજણવા ગામે રોજ 50 બાળકો જોખમી રીતેપાણીમાંથી શાળાએ જઈ રહ્યા છે,” કોતર પર નાળુ બનાવવાનુ રજુઆત કરી છે, પણ હજુ નાળું પાસથયું નથીઃ સરપંચ”સંતરામપુર તાલુકાના આંજણવા ગામે પલાસ ફળિયામાં રહેતા આશરે 50 જેટલા બાળકો કોતર નદી પાર કરી ને અભ્યાસ કરવા માટે શાળાએ જાય છે, ગામના કોતરમાં ઉનાળામાં તો પાણી હોતું નથી પણ ચોમાસામાં સામાન્ય વરસાદથી કોતરમાં પાણી ભરાતાં બાળકો ને શાળામાં પાણીમાંથી જઈને જવું પડે છે,કોતર પર નાળું બનાવેલન હોવાથી બાળકો સહિત ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, બાળકોઅત્યારે જીવના જોખમે અભ્યાસ કરવા માટે જતાં હોય છે, ચોમાસામાં જ્યારે વરસાદ વધારે પડે તો આ કોતરમાં પાણી ભરાઈ જાય તો અભ્યાસકરવાનુ બંધ થઈ જતું હોય છે, અને ધેર બેસીરહેવું પડતું હોય છે તેવીપરિસ્થિતિ સર્જાતી હોય છે, મોટી સંખ્યામાં બાળકોમુશ્કેલીને હાલાકી ભોગવી રહેલા છે અનેજીવના જોખમે શિક્ષણ મેળવવા માટે કોતર પસાર કરીને જવું પડે છેજો શિક્ષણ મેળવવુ હોય તો નદી તો કરવી જ પડે આવી પરિસ્થિતિ સર્જાઈરહેલી છે ગામના સરપંચદ્વારા કોતર પર નાળું બનાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી,ગામ માટે હજુ નાળું મંજુર કરાયું નથી ગામનાકોતર પાણી ભરાઈ જતાં પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે કોતરમાં પાણી લીધે બાળકોને પણ પાણીમાંથી જવું પડે છે અગાઉ અમે આંજણવાગામે કોતરમાં નાળું નાખવા માટેની પંચાયત વિભાગમાં રજુઆત કરેલી પરંતુ અત્યારે સુધીમંજુર કરવામાં આવેલ નથી > કનુભાઈ આંજણવા , સરપંચ