છેલ્લા એક વર્ષ પ્રોહીબિશન ગુન્હામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

દાહોદ તા.૧૪

રમેશ પટેલ સીંગવડ

દાહોદ એલ.સી.બી. પોલીસે ડ્રાઈવ દરમ્યાન છેલ્લા એક વર્ષથી રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાલ નાસતા ફરતાં આરોપી, વોન્ટેડ આરોપીઓને પકડવા, પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડી જુગારીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા વિગેરે જેવા ગુન્હાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી. પોલીસે રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સુભાષભાઈ રમણભાઈ ગણાવા (રહે. મોટીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી ઝઢપી પાડી ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: