ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં  હવે ડાકોર રણછોડરાય મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. જે માટે ભક્તો અને વૈષ્ણવોને અપીલ કરાઈ છે. આ માટે મંદિર પરિસરમાં નોટિસ પણ લગવવામા આવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે ભક્તો, વૈષ્ણવૌને ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. હિન્દુ સંસ્કૃતિને લાંછન હોય ભાવિક ભક્તો આવા ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન કરવા આવતા ભગવાનની ગરિમા લજવાતી હોય છે. જેના પગલે ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. જોકે, આ અગાઉ પણ આજ રીતે એક ઠરાવ પસાર કરી અને નોટિસો લગાવવામાં આવી હતી. હાલ પણ ઠરાવ પસાર કરી અને દરેક જગ્યાએ નોટિસો લગાવવામાં આવી છે.મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી. આજે પુનઃ આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્પલેટો સહિત નોટિસ લગાવવામાં આવી છે અને ભક્તોને અપીલ કરાઈ છે.ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થધામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દ્વારકા મંદિરમાં પણ ભક્તો માટે એક મોટો પ્રતિબંધ મુકાયો હતો. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરતાં બેનરો મંદિરોનાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યાં છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!