સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની જુદી જુદી ટીમોએ બે જુદી જુદી જગ્યા એ રેડ પાડીકુલ રૂા. ૨૩.૨૨ લાખ ઉપરાંતની કિંમતના મુદ્દામાલ સાથે એકની અટક કરાઈ.

નીલ ડોડીયાર દાહોદ

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની જુદી જુદી ટીમોએ દાહોદ તાલુકાના રામપુરા ગામ નજીક રોડ પર તથા ઝાલોદ તાલુકાના રામપુરા ગામ નજીક રોડ પર તથા ઝાલોદ તાલુકાના પાવડી એસઆરપી ગ્રુપ નજીક રોડ પર જરૂરી વોચ ગોઠવી બંને જગ્યાએ એક જ સમયે સાગમટે રેડ પાડી બને જગ્યાએથી કુલ મળી રૂા. ૯.૧૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે રૂા. ૧૪ લાખની કિંમતની બે ગાડીઓ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૩.૨૨ લાખ ઉપરાંતની કિંમતના મુદ્દામાલ સાથે એકની અટક કરતા દાહોદ તાલુકા પોલિસ તથા લીમડી પોલિસ ઉંઘથી ઝડપાતા દાહોદ જિલ્લાના પોલિસ બેડામાં સોંપો પડી જવા પામ્યો છે તેમજ પોલિસની કામગીરીની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં દારૂની છુટ્ટી હોવાથી આ બંને રાજ્યોના ઠેકાઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં પોતાના ખેપીયાઓ દ્વારા વિદેશી દારૂ પહોંચતો કરવામાં આવે છે. આ દારૂના સપ્લાય માટેનું મુખ્ય સ્થળ મોટા પાયે દારૂ જતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે રાજસ્થાન તરફથી વિદેશી દારૂન જથ્થો ભરેલ બે ફોરવ્હીલ વાહનો બે જુદી જુદી જગ્યાએથી નીકળનાર હોવાની જુદી જુદી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને મળતા તેની જુદી જુદી બે ટીમોએ દાહોદ તાલુકાના રામપુરા નજીક રોડ પર તેમજ ઝાલોદ તાલુકાના પાવડી, એસઆર.પી. ગ્રુપ નં.૪ ખાતેના રોડ પર ગતરાતે વ્યુહાત્મક વોચ ગોઠવી પાવડી ગામે રોડ પરથી બાતમીમાં દર્શાવેલ જીજે- ૧૨ ડી.એ-૩૮૧૮ નંબરની ટોયોટા કંપનીની ઈનોવા કાર પકડી પાડી તેની તલાસી લઈ રૂા. ૫,૮૫,૬૦૦ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો નંગ- ૫૮૫૬ પકડી પાડી પકડાયેલ કારના ચાલક લીમડી સાંઈ ધામ સોસાયટીના પ્રવીણકુમાર લુણાભાઈ ખાંગુડા પાસેથી રૂા. ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૭ લાખની કિંમતની ઈનોવા કાર મળી રૂા. ૧૨,૯૧,૧૦૦નો મુદ્દામાલ કબજે લઈ સદર મુદ્દામાલ લીમડી પોલિસને સોપી પકડાનારા ગાડીનો ચાલક, મધ્યપ્રદેશન બોર્ડર ગુજરાતની ચાકલીયા ચેકપોસ્ટ ગુજરાતમાં ઈંગ્લીશ દારૂની લાઈન ચલાવનારા લીમડીના કમલેશભાઈ લાલસીંગભાઈ મુનીયા, સહીત કુલ આઠ જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા લીમડી પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની બીજી ટીમે દાહોદ તાલુકાના રામપુરા ગામ નજીક ગોધરા-દાહોદ હાઈવે રોડ પર વ્યુહાત્મક વોચ ગોઠવી હતી તે દરમ્યાન પોલિસની વોચ જાેઈ સામેથી આવી રહેલી બાતમીમાં દર્શાવેલ જીજે-૧૬ ડબલ્યુ-૨૮૮૮ નંબરની ઈનોવા કારનો ચાલક મુંડા હેડા ગામનો શૈલેષ મુનીયા ઈનોવા કાર મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો જે ઈનોવા કાર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે પકડી પાડી તલાઈ લઈ કારમાંથી રૂા. ૩,૩૧,૬૦૦ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૩,૩૧૬ પકડી પાડી સદર દારૂ-બીયરના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૭ લાખની કિંમતની ટોયોટા કંપનીની ઈનોવા કાર મળી કુલ રૂા. ૧૦,૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ દાહોદ તાલુકા પોલિસને સોંપી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આમ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે દાહોદ જિલ્લાના રામપુરા નજીકથી તેમજ પાવડી ગામે રોડ પરથી રૂા. ૯.૧૭ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તથા રૂા. ૧૪ લાખની કિંમતની બે ફોરવ્હીલ ગાડી તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૨,૨૨,૭૦૦નો મુદ્દામાલ ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પોલિસ બેડામાં સોંપો પડી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!