જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિન ની ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિન ની ઉજવણી કરવામાં આવી
મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી દ્વારા આજ રોજ તા.૧૭/૦૭/૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય ન્યાય દિન” નિમિતે ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ નડીઆદ ખાતે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ નડીઆદનાં કાર્યકારી આચાર્યા નયનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમા જણાવેલ કે ૧૭ મી જુલાઈ ૧૯૯૮ નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેનો ઉદેશ્ય વિશ્વમાં સામૂહિક નરસંહાર, આતંકવાદી પ્રવૃતિઓ, માનવતા વિરોધી ગુનાઓ, સંવેદનશીલ ગુનાઓ તથા યુદ્ધનાં ગુનાઓમાં ભોગ બનેલાં લોકોને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવાનો છે ત્યારથી ૧૭ મી જૂલાઈને “આંતરરાષ્ટ્રીય ન્યાય દિન” તરીકે ઉજવવામાં આવે છે તેની તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે વિસ્તુત માહિતી અને સમજ આપી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ એવા નડીઆદનાં ચીફ જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ કુ. ચિત્રા રત્નુએ પોતાના સંબોધનમાં કાયદાનાં વિધાર્થીઓને જણાવ્યુ હતું કે આપણે સૌ દેશનાં કાયદાકીય માળખા સાથે સંકળાયેલ હોવાથી સમાજમાં કાયદાનું શાસન હમેશા જળવાયેલું રહે તેની વિશેષ જવાબદારી આપણાં ઉપર રહેલી છે અને તેથી જ આજનાં આ “આંતરરાષ્ટ્રીય ન્યાય દિન”ની ઉજવણી નિમિતે આપણે સૌ પોતાનાં હક-અધિકારની વાત કરતાં પહેલાં પોતાની ફરજ અને જવાબદારી નિભાવીને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને તે સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને તેવાં સંકલ્પ સાથે સમાજમાં સતત કાર્યરત રહીએ તેવી અપીલ કરી હતી. કાર્યક્રમનાં અંતે ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ નડીઆદનાં પ્રોફેસર દિપાલી પુરોહિતે આભારવિધિ કરી હતી, જેમાં લો કોલેજના વિધાર્થીઓ, કર્મચારીગણ કુલ ૩૦૦ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.