પીસીએનએલ દ્વારા ઓપરેશન ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રથમ વખત કરવામાં આવ્યું.

નીલ ડોડીયાર દાહોદ

પીસીએનએલ દ્વારા ઓપરેશન ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રથમ વખત કરવામાં આવ્યું

મધ્યપ્રદેશના ઝાબુઆની ૧૨ વર્ષિય બાળકીનું પથરીનું સફળ ઓપરેશન કરતાં દાહોદના ઝાયડસ હોસ્પિટલના તબીબો

દાહોદ તા.૧૭

મધ્યપ્રદેશ ના જાબુઆ ગામના રેહવાશી ૧૨ વર્ષ ની નિરાલીબેન ગોવિંદભાઇ માવી છેલ્લા ૨વર્ષ તેમને જમણી બાજુ સતત પેટમાં દુઃખાવો રહેતો હતો અને છેલ્લા ૬ મહિનાથી થોડો તાવ અને પેશાબમાં બળતરા જેવું થતું હતું. આ કારણોસર તેઓ તારીખ ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ થયા હતાં તેમની (તપાસ કરવાવતાં માલુમ પડયું હતું કે) બધાજ રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. સોનોગ્રાફીમાં જમણી બાજુ ૨ઠ૨ સીએમની પથરી જાેવા મળી હતી તેમનું ઓપરેશન તારીખ ૧૨/૦૭/૨૦૨૩ ના રોજ ર્ડા. હરેશ ઠુમર (યુરોલોજિસ્ટ) અને સર્જરી વિભાગ ના વડા ર્ડા. શૈલેષ કે રાઠોડઅને એમની ટીમ ર્ડા. શૈલેષ પરમાર, ર્ડા. સની પ્રજાપતિ, ર્ડા. દિશાંક મોઢીયા, ર્ડા. પ્રશાંત બામણ્યા અનેએનેસ્થેટીક ર્ડા. આનંદ દરજી દ્વારા સફળતાથી પાર પાડવામાં આવ્યું હતું તેમનું ઓપરેશન દૂરબીનથી એટલે કે પીસીએનએલ દ્વારા કરવામાં આવ્યું હતું. ર્ડા. હરેશ ઠુમર (યુરોલોજિસ્ટ) જણાવ્યૂ કે પીસીએનએલ દ્વારા ઓપરેશન ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કમરના પાછળના ભાગમાં ૧ સીએમ જેટલું કાણું કરવામાં આવે છે તેમાંથી દૂરબીન પાસ કરી પથરીને તોડીને દૂર કરવામાં આવે છે. આ ઓપરેશનમાં કોઈ પણ ચીરો મૂકવાની જરૂર પડતી નથી. આ ઓપરેશન તદન નિશુલ્ક પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું.

કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: