દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના અસહ્ય બફારા બાદ ગઈકાલે મેઘરાજા જિલ્લામાં સર્વત્ર મનમૂકીને વરસ્યા.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના અસહ્ય બફારા બાદ ગઈકાલે મેઘરાજા જિલ્લામાં સર્વત્ર મનમૂકીને વરસ્યા હતા દાહોદમાં ગઈકાલે વહેલી પરોઢથી રાત્રીના બાર વાગ્યા સુધીમાં ૯૬ મીમી વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે સીઝનમાં પ્રથમવાર શહેરની દુધીમતી નદી બે કાંઠે આવી હતી. જિલ્લામાં વાવાઝોડા સાથેના વરસાદને કારણે ગુલમહોરનું ઝાડ તેમજ એક વીજ પોત પડતાં ૧૯ વર્ષીય આશાસ્પદ યુવાન સહીત બેના મોત નિપજ્યાનુંજાણવા મળ્યું છે.દાહોદ જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને જિલ્લામાં સર્વત્ર ઓછો વત્તો વરસાદ થયાના અહેવાલો છે. ગઈકાલે જિલ્લામાં ફતેપુરામાં ૨૫ મીમી, ઝાલોદમાં છ મીમી, લીમખેડામાં ૬૮ મીમી, દાહોદમાં ૬૬ મીમી, ગરબાડામાં ૪૫ મીમી, દે.બારીયામાં ૯ મીમી, ધાનપુરમાં ૨૮મીમી, સંજેલીમાં ૨૩ મીમી તથા સીંગવડમાં ૧૧ મીમી, વરસાદ નોંધાયાનો અહેવાલ છે. જિલ્લામાં સર્વત્ર સારો વરસાત થતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે અને સારો પાક થવાની આશા બંધાઈ છે ત્યારે સીઝનમાં પહેલીવાર દાહોદની દુધીમતી નદી બે કાંઠે જાેવા મળી હતી. દાહોદમાં ગઊકાલે વહેલી પરોઢના ચાર વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધીમાં ૯૬ મીમી વરસાદ પડતા શહહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ સ્ટેશન રોડ પર પાણી ભરાતા એક તરફનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો જિલ્લામાં દાહોદ તાલુકાના નગરાળા ગામે ગાળા ફળિયામાં રહેતો ૧૯ વર્ષ|ીય રાયકલભાઈ સમસુભાઈ માવી નામનો આશાસ્પદ યુવાન પોતાનાખેતરમાં પાણી વાળી પરત ઘરે આવી રહ્યો હતો તે વખતે ચાસલુ વરસાદમાં રોડની સાઈડમાં આવેલ ગુલમહોરનું ઝાડ અચાનક ધરાશાયી થઈ રાયકલભાઈ માવીના ઉપર પડતાં તેને માથાના ભારે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોતનિપજ્યું હતું જેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે બીજી ઘટનામાં ગરબાડા તાલુકાના ભે ગામના ગારી ફળિયામાં રહેતો ૨૭ વર્ષીય યુવક વિપુલભાઈ સેવાભાઈરાઠોડ ગઈકાલે વહેલી સવારે ચાલુ વરસાદમાં મોટર સાયકલ લઈ ડેરીમાં દુધ ભરવા જઈ રહ્યો હતો તે દરમ્યાન ડુંગર ફળીયા પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે રોડની સાઈડમાં આવેલ સ્ટ્રીટ લાઈટનો વીજ પોલ અચાનક ધરાશાઈ થઈ રહ્યો હતો તે વખતે રોડની સાઈડમાં આવેલ સ્ટ્રીટ લાઈટનો પોલ અચાનક ધરાશાઈ થઈ તેના ઉપર પડતાં તેના માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. આમ જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથેના વરસાદને કારણે બે ના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.