દાહોદ શહેર સહિત જિલ્લામાં જનતા કરફ્યુનું પાલન : બજારો સજ્જડ બંધ રહ્યા : રસ્તાઓ સૂમસામ

અજય બારીયા / ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૨૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એટલે કે, ૨૨મી માર્ચના રોજ જનતા કર્ફર્યુની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. આ જનતા કર્ફ્યુનું દાહોદ શહેર સહિત જિલ્લામાં ચુસ્તપણે લોકો દ્વારા પાલન કરવામાં આવ્યું હતુ. આખુ દાહોદ શહેર સવારથી જ જડબેસલાક બંધ રહેવા પામ્યું હતુ. રસ્તાઓ સુમસામ, શેરી મહોલ્લા સુમસામ, સોસાયટીઓ વિગેરે જેવા વિસ્તારોમાંં આજે લોકોએ જનતા કર્ફયુનું પાલન કરી કોરોના સામે લડત આપવા સહભાગી બન્યા હતા.
આખા વિશ્વમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાએ પગ પેસારો કરતાં ભારત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરતાં આજરોજ સમગ્ર દેશમાં સન્નાટાનો માહોલ જાવા મળ્યો હતો. દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ જનતા કર્ફ્યુંનું પાલન કરતાં લોકો નજરે પડ્યા હતા. સવારથી જ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખતા કોઈપણ વગર કામે ઘરની બહાર જવાનું ટાળતાં શહેર સહિત જિલ્લાના રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા. બીજી તરફ શહેરના બજારો પણ સજ્જડ બંધ રહેતા માહોલ સંપુર્ણ પણે કર્ફ્યુંમાં ફેલાયો હતો. શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
દાહોદ શહેરને અડીને આવેલ સરહદી વિસ્તાર એટલે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસી ભાઈ – બહેનો દાહોદ ખાતે આવવા રવાના થયા હતા ત્યારે જનતા કફ્યુના પગલે આજે તેઓ પણ અટવાયા હતા. શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને પણ જનતા કફ્યુનો માહૌલ જાવા મળ્યો હતો. પ્રરપ્રાંતમાંથી આવેલ કેટલાક લોકો દાહોદ શહેરમાં અટવાયા હતા. રેલ્વે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ઠપ્પ રહેવા કારણે તેઓ પોતાના વતન ખાતે જવામાં અટવાયા હતા અને શહેરમાં જ રોકાયા હતા. કેટલાક સેવાભાવી સંગઠનો દ્વારા આવા મુસાફરોને ભોજનની પણ વ્યવસ્યા પુરી પાડી માનવ મહેકનું ઉમદુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.
ઘરમાં અને પરિવારમાં જનતા કર્ફ્યુમાં જાડાયેલા લોકોએ પોતાના જ ઘરમાં મનોરંજન સહિત ટીવી કાર્યક્રમો નીહાળી ભય મુક્ત રહેવાના પ્રયાસો કર્યા હતા અને આખો દિવસ ઘરમાં જ રહી જનતા કર્ફયુનું પાલન કરતાં જાવા મળ્યા હતા.
#dahod sindhuuday

21 thoughts on “દાહોદ શહેર સહિત જિલ્લામાં જનતા કરફ્યુનું પાલન : બજારો સજ્જડ બંધ રહ્યા : રસ્તાઓ સૂમસામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!