આઠ વર્ષીય બાળકનું પોલીસે તેના માવતર સાથે મિલાપ કરાવ્યો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
આઠ વર્ષીય બાળકનું પોલીસે તેના માવતર સાથે મિલાપ કરાવ્યો ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના કોસમ ગામમાંથી મળેલ આઠ વર્ષીય બાળકનું પોલીસે તેના માવતર સાથે મિલાપ કરાવ્યો છે. અને પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે. આ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ગળતેશ્વર તાલુકાના કોસમ ગામના સરપંચ પ્રભાતભાઇ બબુભાઇ ખાંટને કોસમ ગામેથી એક અજાણ્ય ૮ વર્ષિય બાળક મળી આવ્યો હતો. તેમણે સેવાલીયા પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે આ બાળકને ચાઇલ્ડ કોર્નરમાં રાખી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકના વાલીવારસો બાબતે બાળકને પુછતા ગોધરા બાજુનો અને તેના ઘરની પાસે હેલીકોપ્ટર ઉતરતુ હોવાનુ જણાવતા સેવાલિયા પોલીસ આ બાળકને સાથે લઇ ગોધરા બી ડીવીજન પોલીસ સ્ટેશનની મદદ મેળવી તેના વાલી વારસોની શોધ હાથ ધરી હતી.તપાસમાં બાળક રાજેશ સાલમભાઇ નાયક રહે.દરૂણીયા,અબ્રાહીમ પટેલના મુવાડા, સોનેરી ફળીયુ તા.ગોધરાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બાળકના ગામના સરપંચ અભેસિંહ રાવજીભાઇ રાઠવાનો સંપર્ક સાધ્યો હતો. સરપંચની મદદથી બાળકની નાની નંદાબેન રૂપાભાઇ નાયક સુધી પહોંચી ગયા હતા. નંદાબેને પોલીસને જણાવ્યું હતું કે, બાળકના માતા-પિતા ઠાસરા-ડાકોર તરફ મજુરી અર્થે ગયેલ હોય જેથી આ બાળક રાજેશને તેની નાની નંદાબેન રૂપાભાઇ નાયકને સોપવામાં આવ્યું હતું.

