ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે ઘર માંથી સાડા પાંચ ફૂટનો અજગર નીકળ્યો, રેસ્કયુર ટીમ દ્વારા અજગરનુ રેસ્કયુ કરાયું.
પંકજ પંડિત / ગગન સોની
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ


ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે ઘર માંથી સાડા પાંચ ફૂટનો અજગર નીકળ્યો, રેસ્કયુર ટીમ દ્વારા અજગરનુ રેસ્કયુ કરાયું
અજગર નીકળતા ઘરમાં રહેનાર લોકમાં દોડાદોડ તેમજ ચીસાચીસ થતાં આજુબાજુના લોકો ઉમટી પડ્યા
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણકારી આપવામાં આવી
ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેનાર લોકો માટે પોતાના ઘરોમાં રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. ચોમાસાની ઋતુને લઈ જંગલ કે ખુલ્લામાં રહેનાર જનાવરો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જતાં હોય છે. જમીનની અંદર રહેનાર જનાવરોના દર ભરાઈ જવાથી તેઓ રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે.
ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે પલાશ રમેશભાઈના ઘરમાં અજગર આવી જતાં તેમના ઘરમાં રહેતા લોકો ઘબરાઈ ગયેલ હતા અને ચીસાચીસ કરી બહાર આવી ગયા હતા અને ત્યાર બાદ પલાશ રમેશભાઈના પરિવાર જનો દ્વારા રેસ્કયુર ટીમને જાણ કરી હતી.ત્યારે ટીમના ચારેલ કિલરાજસિંહ ,નિલુભાઇ અને નિલેશ પસાયા અને ઝાલોદ ફોરેસ્ટ વિભાગના એસ.બી.બરાડ દ્વારા હિંમત ભેર અજગરનુ રેસ્કયુ કરાયું હતું.આ અજગરની લંબાઈ આસરે સાડા પાંચ ફૂટની હતી.અજગરને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં છોડી મુકવામાં આવ્યો હતો.

