કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ.
નીલ ડોડીયાર દાહોદ
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાઈ તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા માટે વિશેષ સૂચના આપતા કલેક્ટર
દાહોદ, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. વિભાગોને એક બીજાના સંકલનમાં રહીને પ્રજાકીય પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવી જનસુવિધા અને વિકાસના કાર્યોને તીવ્રતાથી આગળ ધપાવવા જણાવ્યું હતું. બેઠકના પ્રથમ ભાગનો પ્રારંભ જનપ્રતિનિધિના પ્રશ્નોથી કરવામાં આવ્યો હતો. બેઠકમાં ધારાસભ્ય મહેશ ભૂરિયા ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં જનપ્રતિનિધિના પ્રશ્નોનો કલેક્ટર ર્ડો ગોસાવીએ સકારાત્મક નિરાકરણ આપ્યું હતું અને સબંધિત અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર ડો. ગોસાવી જણાવ્યું હતું કે વિવિધ ગામોમાં થઇ રહેલી કામગીરીની આકસ્મિક મુલાકાત લઇને ચકાસણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સંકલન બેઠકના બીજા ભાગમાં લોકફરીયાદ તરીકે આવેલા અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. તેમજ સીએમ ડેસ્ક બોર્ડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર અમલીકરણ અધિકારી ઓને યોજનાઓને ઝડપથી પૂર્ણ કરી લોકો સુધી વિકાસના ફળ પહોંચતા કરવા જણાવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગોના એક બીજા સાથેના સંકલનના પ્રશ્નોનું નિવારણ કરાયું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટ દાર સ્મિત લોઢા,નિવાસી અધિક કલેક્ટર એ .બી. પાંડોર, ડીઆરડીએ નિયામક શ્રી બી.એમ.પટેલ,એ.એસ.પી જગદીશ બાંગરવા,સહિતના અધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતા.








