ઝાલોદ કે.આર.દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ કે.આર.દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરાયું કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ. વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન તા. ૨૦/૦૭/૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાન તરીકે સંસ્થાના ઉપપ્રમુખ રાવ સાહેબ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદના ભૂતપૂર્વ આચાર્ય ચૌધરી સાહેબ અને કા.આચાર્ય પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહી સ્વયં સેવકો નો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં એન.એસ.એસ.ના સ્વયં સેવકોમાંથી વકૃત્વ સ્પર્ધામાં કુલ ૧૧, નિબંધ સ્પર્ધામાં ૦૯ અને ચિત્ર સ્પર્ધામાં કુલ 0૭ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમા વકૃત્વ સ્પર્ધામાં કુ. ચાંદની ઉદેસિંહ મકવાણા,નિબંધ સ્પર્ધામાં અંકિતભાઈ સોમાભાઈ સંગાડા અને ચિત્ર સ્પર્ધા : કુ. અવિનાશ પ્રભુભાઈ ગારી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જે હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે. ઉપરોક્ત સ્પર્ધાઓ માટે સંસ્થાના સ્ટાફ મિત્રોમાંથી નિર્ણાયક તરીકે પ્રિ.એમ.એમ.પટેલ, ,ડૉ.એ.આર.મોદી, ડૉ. પી.એમ.શેલક, ડૉ.વાય.પી.ઝાલા, ડૉ.એ.જે. પરમાર અને પ્રો. બી.એ.મોદીએ નિષ્પક્ષ રીતે રહી સેવાઓ આપી હતી. કાર્યક્રમ અને સ્પર્ધાઓનું સમગ્ર સંચાલન એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. બહાદુરસિંહ ગોહિલે કર્યું હતું. વિજેતા બનનાર સૌ સ્વયં સેવકોને કોલેજના આચાર્ય શ્રીએ અને સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.


