ગ્રામીણ વિસ્તાર માં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તા ના ખાતમુહૂર્ત કરાયા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર માં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તા ના ખાતમુહૂર્ત કરાયા.*સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યાફતેપુરા તાલુકામાં અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ની પ્રજા મુખ્ય રસ્તા સુધી જોડાઈ શકે તે અર્થે ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા ડામર રસ્તા ની માંગણી કરાઇ હતી જે રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા 6.22 કરોડ ના મંજૂર કરાયા હતા જેનું ખાતમુહૂર્ત શનિવાર ના રોજ કરાયું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર સહિત તાલુકા ના જિલ્લા સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારની પ્રજાને મુખ્ય રસ્તા થી માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો જે બાબત ધ્યાને રાખીને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ નવીન ડામર રસ્તાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને અંતરિયાળ વિસ્તારથી મુખ્ય માર્ગો ને જોડવા તેમજ રાજસ્થાન રાજ્યને જોડતા રસ્તા સહિત કુલ 6.22 કરોડના ખર્ચે નવ રસ્તાઓને મંજૂરી આપી હતી. જેનું શનિવારના રોજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ખાતમુરતના કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ડોક્ટર અશ્વિનભાઈ પારગી ચુનીલાલભાઈ ચરપોટ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા સભ્યો તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહામંત્રી તથા કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.