આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધના એલાનને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમર્થન આપ્યું
નીલ ડોડીયાર દાહોદ
આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધના એલાનને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમર્થન આપ્યું તા.23.7.2023 ના રોજ ગુજરાત બંધનુ આદિવાસી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યુ છે જે એલાનને દાહોદ જિલ્લા કોંગેસ સમિતિ દ્વારા સમર્થન આપી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારી મંડળોને અપીલ કરી છે કે મણીપુરમાં જે આદિવાસી મહિલાઓ સાથે નરાધમોં દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે આવી ઘટનાઓ બીજી વાર ન બને જેને લઈ આદિવાસી સમાજ દ્વારા જે ગુજરાત બંધનુ એલાન કરવામાં આવ્યું છે ત્યારે તા.23 ના રોજ પોતાના વેપાર ધદા બંધ કરી ગુજરાત બંધના એલાનને સમર્થન આપવાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપીલ કરવમાં આવી છે