ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે૩૫ વર્ષીય યુવાનને વીજ કરંટ લાગતા મોત.

શબ્બીર સુનેવાલા ફતેહપુરા

દાહોદ.તા.૨૨

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ગતરોજ સવારના સાતેક વાગ્યાના સુમારે મકાનની બહાર વીજ પોલ મુકેલી લોખંડનું હળ લેવા જતાં ઉતરેલા વીજ પ્રવાહના કારણે હળને પકડતાં જ ૩૫ વર્ષીય યુવાનને વીજ કરંટ લાગ્યો હતો જેથી તાત્કાલિક આ યુવાનને સુખસર સરકારી દવાખાનામાં લઈ જવાતા ફરજ ઉપર તબીબે યુવાનને મરણ જાહેર કર્યો હતો.જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ટીમરણ ફળિયામાં રહેતા દીપાભાઈ લુજાભાઈ ગરાસીયા ઉ.વ. ૩૫ ના ઓ ખેતીવાડી દ્વારા પોતાના ઘરનું ગુજરાન ચલાવતાં હતા જેઓ ગતરોજ સવારના ૭.૦૦ વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં હળ જાેડવા માટે મકાન પાસે આવેલ વીજ થાંભલા પાસે મુકેલ લોખંડનું હળ(ઘાણીયો) લેવા ગયા હતા ત્યારે લોખંડના હળને પકડતાં જ દિતાભાઈ ગરાસીયાને વીજ કરંટનો જાેરદાર ઝાટકો લાગ્યો હતો. વીજ પોલ ઉપરથી જમીન ઉપર ઉતરેલા વીજ પ્રહાવથી અજાણ દિતાભાઈ ગરાસીયા વીજ પ્રવાહથી ગંર રીતે ઘાયલ થયા હતા જેની ઘરના સભ્યોને જાણ થતાં અને બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે દિતાભાઈ ગરાસીયાને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યા હતા. મૃત્તક દિતાભાઈગરાસીયાને બે નાના બાળકો છે અને જેઓનું અકાળે આકસ્મિક મોત નિપજતાં પરિવારનો જુવાન જાેઘ યુવાન મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત બાબતે મૃત્તક દિતાભાઈ ગરાસીયાના ભાઈએ સુખસર પોલિસ સ્ટેશનમાં જાણ ખરતાં પંચકેશ કરી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ.બાદ લાશનો કબજાે તેમના વાલી વારસોને સોંપી આગળ તપાસ હાથધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: