ઝાલોદ અને દેવગઢ બારીઆ તાલુકામાંથી કુલ ચાર સ્થળોએથી પોલીસ કુલ રૂા. ૫,૧૬,૪૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો સાથે મહિલા સહિત ત્રણ ઈસમોની અટકાયત.

પંકજ પંડિત ઝાલોદ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ઝાલોદ અને દેવગઢ બારીઆ તાલુકામાંથી કુલ ચાર સ્થળોએથી પોલીસ કુલ રૂા. ૫,૧૬,૪૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો સાથે મહિલા સહિત ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ તાલુકાના પીપલોદ પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર જી.બી. પરમારને મળેલ બાતમીના આધારે તેઓ અને તેઓની ટીમ દ્વારા રેબારી ગામે વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ ભયજીભાઈ બારીયાના ખેતરમાં એક કાચા પતરાવાળા છાપરામાં રેબારી ગામના ચોકી ફળિયામાં રહેતો દિનેશભાઈ ઉર્ભે ભંગારી ભયલાભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો મૂકી ગયો હોવાની પીપલોદ પોલિસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પી.એસ.આઈ જી.બી.પરમાર પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ કોકીલાબેન રંગીતભાઈ બારીયાના ખેતરમાં બનાવેલ એક કાચા પતરાવાળા છાપરામાંથી રૂા. ૧,૯૩,૬૨૬ની કુલ કિંમતના ભારતીય બનાવટના પ્લાટીકના કવાર્ટર તથા બીયરટીન મળી કુલ બોટલ નંગ-૧૮૦૩ ભરેલ પેટીઓ નંગ-૪૦ પકડી પાડી કબજે લીધી હતી. આ સંબંધે પીપલોદ પોલિસે રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ બારીયા તથા સદર વિદેશી દારૂનો જથ્થો મૂકી જનાર રેબારી ગામના ચોકી ફળિયાના દિનેશભાઈ ઉર્ફે ભંગારી ભયલાભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રોહીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના સાગારામા ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ દેવગઢ બારીઆ પોલિસને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે દેવગઢ બારીઆ પોલિસની ટીંમે ગતરોજ સવારના સાડા નવ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ સ્થળે સાગારામા ગામે ઓચિંતી પ્રોહી રેડ પાડી સ્થળ પર ઉભેલ સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીમાંથી તેમજ ટીનાભાઈ પારસીંગભાઈ કાળીના મકાનમાંથી મળી રૂા. ૧,૩૦,૦૮૦ની કુલ કિંમતના ગોવા વ્હીસ્કી તથા માઉન્ટસ બીયરની બોટલ નંગ-૧૧૫૨ ભરેલ પેટી નંગ-૩૧ પકડી પાડી પંચમહાલના હાલોલ તાલુકાના જુનીભાર ગામના અજયભાઈ જનીયાભાઈ રાઠવાની અટક કરી તેના પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ની કુલ કિંમતના ત્રણ ફોન પકડી પાડી રૂપિયા ત્રક્ષણ લાખની સ્વીફટ ગાડી મળી રૂપિયા ૪,૫૦,૦૮૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.જ્યારે દેવગઢ બારીઆ પોલિસની ટીમે ગઈકાલે સવારે પોણા અગ્યાર વાગ્યાના સુમારે સાગારામા ગામે બાતમીમાં દર્શાવેલ આરતભાઈ શંકરભાઈ પટેલના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૬૦,૦૯૬ ની કુલ કિંમતના વિદેશી દારૂ તથા બીયરની પ્લાસ્ટીકના તથા કાચની બોટલ નંગ-૫૦૪ ઝડપી પાડી કબજે લીધી હતી. રેડ દરમ્યાન આરતસિંહ શંકરભાઈ પટેલ પોતાના ઘરે હાજર ન હોવાથી પોલિસ તેને પકડી શખી ન હતી. આમ દેવગઢ બારીઆ પોલિસે ગઈકાલે સાગારામા ગામે લાલજી પટેલ ફળિયામાં જુદી જુદી જગ્યાએ સપાટો બોલાવી ૩.૨૩,૭૦૬ ની કિંમતનો દારૂ-બીયર, ત્રણ લાખની કિંમતની સ્વીફટ ગાડી તથા રૂપિયા ૨૦,૦૦૦ના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬,૪૩,૭૦૬નો મુદ્દામાલ કબજે લઈ એકની અટક કરી છે.પ્રોહીનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ દેવજીની સરસવાણી ચાર રસ્તા પરથી ગુજરાત પાસીંગની ય્ત્ન-૨૭-ડ્ઢમ્-૮૯૮૨ નંબરની સફેદ કલરની વેગન આર ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ ગાડી ઝડપી પોલિસ દ્વારા પોલીસ સ્ટેશન લાવી તપાસ કરવામાં આવી હતી. આ ગાડીની અંદરની બાજુ બનાવટ જાેતા એવું લાગતું હતું કે ગાડી સ્પેશિયલ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવા માટે બનાવેલ હોય. આ ગાડીની અંદરના ભાગે દારૂની બોટલો સંતાડવા માટે અલગ અલગ ચોર જગ્યા બનાવેલ હતી. પોલિસ દ્વારા ગાડી ખોલી અંદરની બાજુની તમામ ચોર જગ્યાની તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો કાઢવામાં આવ્યો હતો. આ ગાડીની અંદરની ભાગની તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ જેની કિમત આસરે ૧,૩૨,૬૫૦ રૂપિયા અને દારૂની હેરાફેરીમાં વપરાયેલ ગાડીની કીમત ૨,૫૦,૦૦૦ રૂપિયા અને એક મોબાઇલ જેની કિમત ૫૦૦ થઈ ટોટલ ૩,૮૩,૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ એક આરોપી પ્રહલાદરામ ચૌધરી ( રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી અને દારુ ભરવામાં મદદગાર આરોપીની તપાસ આદરી હતી. આમ ઝાલોદ પી.એસ.આઇ જી.બી.રાઠવા દ્વારા બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઝાલોદ પોલીસને દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી સફળતા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!