ખેડા જિલ્લામાં આજે આઈટી એક્ટ હેઠળ બે જુદી જુદી ફરિયાદો નોધાઈ છે.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં આજે આઈટી એક્ટ હેઠળ બે જુદી જુદી ફરિયાદો નોધાઈ છે.

નડિયાદ પશ્ચિમમાં હું પોસ્ટ ઈન્ડિયા અમદાવાદથી બોલું છું કહી રૂપિયા ૧.૮૭ લાખ મહિલાના ખાતામાંથી ઉપાડી લીધાનો બનાવ જ્યારે નડિયાદના કમળા ગામે વીજ કનેક્શન કપાઈ જવાના નામે રૂપિયા ૩૯ હજાર ઉપાડી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બંન્ને બનાવો મામલે એક પશ્ચિમ અને એક રૂરલ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.નડિયાદ પશ્ચિમમાં બનેલા બનાવ મામલે શહેરના મીશન રોડ પર આવેલ કદમનગરીમા રહેતા  નીતાબેન જનકભાઈ દવે પોતાના મોબાઈલ ફોનમાં આઇપીબીપી  (ઈન્ડીયા પો.સ્ટે) એપ્લિકેશન વાપરે છે.ગત 6 જુલાઈના રોજ  એક અજાણ્યા નંબર પરથી નીતાબેનને ફોન આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ ‘હું પોસ્ટ ઈન્ડિયા અમદાવાદથી વીપીન ગુપ્તા બોલું છું તેમ કહી તમારી એપ્લિકેશન બંધ થઈ ગયેલ હોવાનું જણાવી તમારે આ એપ્લિકેશન ફરી ચાલુ કરાવવા રજીસ્ટ્રેશન કરાવવાનું કહી ટુકડે ટુકડે રૂપિયા 1 લાખ ૮૭ હજાર ૪૦૦ લઈ લીધા હતા. આ બનાવ મામલે મહિલાએ આજે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય બનાવ  નડિયાદ તાલુકાના મંજીપુરા ચોકડી પાસે પાર્થનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ પ્રવિણભાઇ પટેલ પોતે કમળા ચોકડી ખાતે ઓટો ગેરેજ ચલાવે છે.  ૨૮મી જુનના રોજ આ રમેશભાઇના પિતા પ્રવિણભાઇએ જણાવ્યું કે, કોઈ અજાણ્યા નંબર પરથી મને ટેક્સ મેસેજ આવેલો જેમાં જણાવાયું ‌હતુ કે, ‘આજે સાંજે નવ વાગ્યે વીજ કનેકશન કપાઈ જશે’ જેથી પ્રવિણભાઇએ આ નંબર પર સંપર્ક કરતા સામે વાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ એમજીવીસીએલ માથી બોલું છું કહી એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમા ઓટીપી મેળવી ત્રણ જુદા જુદા ટ્રાજેન્કશન કરી રૂપિયા ૩૯ હજાર ૮૭૨ આ ગઠીયાએ પ્રવિણભાઇની જાણ બહાર ઉપાડી લીધા હતા. આ બનાવ મામલે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે રમેશભાઇએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!