પીપલોદ પોલિસે પીપલોદ ગામે મેઈન બજારમાં જાહેરમાં રમાતા વરલી મટકાના જુગાર પર ઓચિંતો છાપો મારી બે ને ઝડપી પાડ્યા.

દાહોદ તા.૨૫ પથિક સુતરીયા દે. બારીયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલિસે પીપલોદ ગામે મેઈન બજારમાં બજરંગ ફુટવેરની નજીકમાં જાહેરમાં રમાતા વરલી મટકાના જુગાર પર ઓચિંતો છાપો મારી બે જણાને જુગારના સાધનો તથા રોકડ તથા એક મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૧,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે.પીપલોદ પોલિસે ગતરોજ સાંજે સવાચાર વાગ્યાના સુમારે પીપલોદ નગરમાં પેટ્રોલીંગ દરમ્યાન પીપલોદ મેઈન બજારમાં આવેલ બજરંગ ફુટવેર નામની બુટ-ચપ્પલની દુકાન નજીક જાહેરમાં રમાતા વરલી મટકાના જુગાર પર ઓચિંતો છાપો મારી આંકડાઓ લખી લખાવી રમાડતા બોમ્બે હોટલની પાસે રહેતા ભગવાનભાઈ ભવાની શંકર શર્માને અને સતીષ દયાલભાઈ અગ્રવાલ ને ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી વરલી મટકાના જુગારના સાધનો તથા રૂપિયા ૧૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન તેમજ ૧૦,૦૮૦ની રોકડ મળી રૂા. ૧૧,૦૮૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા બંને વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી બંનેને જેલના સળીયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: