જનતા કરફ્યુ વચ્ચે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એક પત્રકારની સરાહનીય કામગીરી
ગમન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.22
આજરોજ દાહોદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવેલ જનતા કરફ્યુનો દાહોદ જિલ્લાવાસીઓએ ચુસ્તપણેઅમલ કરી પોતાની નૈતિક ફરજ પૂરી પાડી હતી. આવા સમયે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક પત્રકારની સેવાભાવી કામગીરીના પગલે સમગ્ર દાહોદ જિલ્લાના પત્રકાર સહિત વહીવટીતંત્રે આ પત્રકારની સરાહનીય તેમજ સેવાભાવી કાર્યને વધાવી અભિનંદન પાઠવ્યા હતા.
ઝાલોદમાં સોમનાથ જિલ્લાના નવોદય વિદ્યાલયમા અભ્યાસ કરતારાજસ્થાન રાજ્યના 25 બાળકો ઝાલોદ સ્ટેશન ખાતે ત્રણ કલાક સુધી અટવાયા હતા. આવા કટોકટીના સમયે આ બાબતની જાણ ઝાલોદના જાગૃત પત્રકાર સહલ ગુડાલાને થતાં તેઓ તાબડતોડ સ્થળ પર દોડી ગયા હતા. આ બાળકોને વતન મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ સોમનાથથી બાળકોને મુકવા આવેલા બે શિક્ષકોને પરત સોમનાથ જવા માટે વાહન ન મળતા પત્રકાર સહલ ગુડાલાએ શિક્ષકોને વતન જવા માટે પોતાના ખર્ચે વાહન ભાડે કરીને બાળકો અને શિક્ષકો ને ચા-નાસ્તા સહીત ની વ્યવસ્થા સાથે માનવતા દાખવીને જનતા કરફ્યુ માં એક સેવાનું કામ કર્યું હતુ.
#dahod sindhuuday