નડિયાદ પાસે સુઇ રહેલા યુવાન પર લઅજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પ્રવાહી નાખી ભાગી ગયા.
નડિયાદ પાસે સુઇ રહેલા યુવાન પર લઅજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પ્રવાહી નાખી ભાગી ગયા
વસોના પલાણા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સોએ સુઈ રહેલા યુવાન પર જ્વલનશીલ પ્રવાહી નાંખતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બનાવ મમલે વસો પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.વસો તાલુકાના પલાણા ગામે વાડીયા કુવાના વિસ્તારમાં રહેતા ૩૪ ના જયંતિભાઈ મનુભાઈ ચૌહાણ પિતા સાથે રહે છે અને જમીનની સાચવણી કરે છે. ૨૧ જુલાઈના રોજ મધરાતે જયંતિભાઈ પોતાના ઘરના અડારમા સુઈ રહેલા હતા. તે વખતે કોઈ અજાણ્યા શખ્સોએ જયંતીભાઈના શરીર ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફરાર થઇ ગયા હતા. ભર ઊંઘમાંથી જાગેલા જયંતિભાઈ સફાળા જાગી ગયા હતા. પરંતુ આસપાસ કોઈ દેખાતું નહ હતુ. જયંતિભાઈને શરીરે બળતરા થતાં બુમાબુમ કરી કરી હતી અને પોતાના પિતાને જગાડીયા હતા. બુમો સાંભળી આસપાસ રહેતા લોકો દોડી આવ્યાં હતા જયંતિભાઈ શરીરે અને ચહેરાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જયંતિભાઈને તુરંત સારવાર અર્થે વસોની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતા. આ બનાવ મામલે ઘવાયેલા જયંતિભાઈ ચૌહાણે વસો પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.