લીસ્ટેડ બુટલેગરના રહેણાંક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ઓચિંતી પ્રોહી રેડ પાડી.

વનરાજ ભુરીયા ગરબાડા

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે સીમોડ ફળિયામાં રહેતા લીસ્ટેડ બુટલેગરના રહેણાંક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૧.૮૪ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૮૪,૫૪૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે

.ગરબાડાના પાટીયા ગામના સીમોડ ફળિયામાં રહેતા લીસ્ટેડ બુટલેગર ૫૦ વર્ષીય નવાભાઈ મલાભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરી ટીમને મળી હતી જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે ગઈકાલે સવારે સાત વાગ્યાના સુમારે બાતમીમા દર્શાવેલ પાટીયા ગામના લીસ્ટેડ બુટલેગર નવાભાઈ મલાભાઈ ભુરીયાના સીમોડ ફળિયા ખાતેના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૧,૮૪,૦૪૦ ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટીકની નાની બોટલો તથા બીયર ટીન કાચ મળી કુલ નંગ-૧૮૦૮ પકડી પાડી સાથે સાથે રૂપિયા ૫૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂપિયા ૧,૮૪,૫૪૦નો મુદ્દામાલ કબજે લઈ મકાનમાંથી લીસ્ટેડ બુટલેગર નવાભાઈ ભુરીયાની અટક કરી આ સંબંધે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાળાભાઈ રાયકાએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે બુટલેગર નવાભાઈ મલાભાઈ ભુરીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: