ફતેપુરા નગરમાં પ્રજાપતિ સમાજ તેમજ ડબગર સમાજ દ્વારા દશા માતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં પ્રજાપતિ સમાજ તેમજ ડબગર સમાજ દ્વારા દશા માતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
ફતેપુરા નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશા માતાની ભવ્ય શોભાયાત્રા પ્રજાપતિ સમાજ તેમજ ડબગર સમાજ દ્વારા કાઢવામાં આવી હતી
ફતેપુરા નગરમાં દીવાસાના દિવસથી દશામાતાના વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે દસ દસ દિવસ સુધી માની આરાધના કરી નકોરડા ઉપવાસ કરવામાં આવે છે ત્યારે ફતેપુરા નગરમાં દશા માતાના દસ દિવસ સેવા પૂજા અર્ચના કરીને દસમે દિવસે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે ત્યારે ફતેપુરા નગરમાં પ્રજાપતિ સમાજ તેમજ ડબગર સમાજ દ્વારા દશામાંની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ફતેપુરા નગર સ્થિત અંબાજી મંદિર ખાતેથી દશા માતાની ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં બેન્ટ અને તાલે થી રાસ ગરબાની રમઝટ વચ્ચે ફતેપુરા નગરના અલગ અલગ વિસ્તારો પોલીસ સ્ટેશન રોડ મેન બજાર હોળી ચકલા ઘુઘસ ચોકડી વિસ્તાર તેમજ પાછલા પ્લોટ માં થઈને ફરી અંબાજી મંદિરે આવી પહોંચે છે ત્યારબાદ માતાજીની આરતી કરી ભોજન પ્રસાદ લઈને છુટા પડે છે ત્યારે ભક્તિમય રીતે દશા માતાની ભવ્ય શોભાયાત્રા કાઠતા ભક્તિમય વાતાવરણ બની જાય છે



