દાહોદ તા.૨૬દાહોદ જિલ્લામાં એક મહિના માટે ટ્રાફિકની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે
રિપોર્ટર – નીલ ડોડીયાર – દાહોદ
દાહોદ તા.૨૬દાહોદ જિલ્લામાં એક મહિના માટે ટ્રાફિકની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં ઓવર સ્પીડ જતાં વાહનોને સ્પીડ ગનના આધારે જાે કોઈ વાહન ચાલક નિર્ધારિત કરતાં વધારે સ્પીડથી વાહન ચલાવતો સ્પીડ ગનમાં કેદ થઈ જશે તો તેની સામે સ્થળ પરજ દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે આજરોજ દાહોદ શહેરના કેટલાંક જાહેર માર્ગાે પર ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનીક પોલીસ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ઓવર સ્પીડ ચલાવતાં વાહન ચાલકો સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.અમદાવાદના ઈસ્કોન બ્રિજ નજીક જે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો અને જેમાં ૦૯ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમાં ક્યાંકને ક્યાંક પોલીસ તંત્ર પર સવાલો ઉઠવા પામ્યાં હતાં ત્યારે ગૃહ રાજ્ય મંત્રી અને ગુજરાતના ડીજી દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મહિના માટે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે તે આદેશ અનુસંધાને દાહોદ જિલ્લામાં ત્રણ ડિવીઝન માટે પાંચ-પાંચ ટીમો એ પ્રમાણે ૧૫ ટીમો બનાવવામાં આવેલ છે. આ ઝુંબેશમાં ઓવર સ્પીડીંગના કેસો, ભયજનક ડ્રાઈવીંગના કેસો, નશો કરીને ગાડી ચલાવતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન છે અને વધારાની ૦૩ સ્પીડ ગન ફાળવવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને આગળની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે દાહોદ જિલ્લામાં વધતાં માર્ગ અકસ્માતોના બનાવો બનતા અટકાવી શકાશે અને લોકોમાં જાગૃતતા પણ લાવવામાં આવશે. સ્પીડ ગનમાં જે પ્રમાણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ દંડ વાહન ચાલકો પાસેથી વસુલ કરવામાં આવનાર છે ત્યારે દાહોદ શહેરમાં આજથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને શહેરના ગોધરા રોડ, ઝાલોદ રોડ વિગેરે જાહેર અવર જવરવાળા રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનીક પોલીસ દ્વારા વાહન ચાલકો પર બાંજ નજર રાખવામાં આવી રહી છે