ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધાડ લુટ ઘરફોડ ચોરીના કુલ 15 જેટલા ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી જેલભેગો કર્યો
રિપોર્ટર વનરાજ ભુરીયા ગરબાડા
ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધાડ લુટ ઘરફોડ ચોરીના કુલ 15 જેટલા ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી જેલભેગો કર્યો આરોપીના માથે ૧૦,૦૦૦ નું ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પ્રકાશભાઈ દિતિયભાઈ પલાસ રહે છરછોડા જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના કુલ 15 જેટલા ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો હતો જેને પકડવા માટે સી.આઇ.ડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા તેના માથે 10,000 નો ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આરોપી સણાગાસર ગામના જંગલમાં ડુંગરા ઉપર હોવાની વાતની બાદમી ના આધારે જેસાવાડા પોલીસે અલગ અલગ એમાં બનાવી બાતમી વાળા ડુંગર વિસ્તારને ઘેરી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીને જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી