ખેડા જિલ્લામાં તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩ અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ખેડા જિલ્લામાં તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩ અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા ખેડા જિલ્લામાં પાણીજન્યઅને મચ્છરજન્ય રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં શરદી,ખાંસી, તાવ અને આંખોઆવવાના કેસમાં ઉછાળો આવ્યો છે. તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા છે. આ રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે વધારી દેવામાં આવ્યો છે. આ રોગચાળાને લઇને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના દવાખાનામાં દર્દીઓની ભીડ વધી ગઇ છે. ખેડા જિલ્લા શહેર તથા ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં૧૯૮૩૪૦ વસ્તીનો સર્વે કરવામાંઆવ્યો હતો. આ સર્વે દરમિયાનતાવ, શરદી ઉધરસ અને આંખોઆવવાના કેસ વધુ મળી આવ્યાહતો. જેમાં ઝાડાના ૪૪, શરદી-ખાંસીના ૩૯૦, તાવના ૬૫૯અને આંખો આવવાના કેસ૧૦૮૩ નોંધાયા છે. જેમાં આંખોઆવવાના કન્ઝેકટિવાઇટીસકેસમાં ધરખમ વધારો થઇ રહ્યોછે. આ રોગ ચેપી છે. બુધવારેવસોમાં તાલુકા જિલ્લા કલેકટરકે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાનેયોજાયેલા તાલુકા સ્વાગતકાર્યક્રમમાં પણ કન્ઝેકટિવાઇટીસરોગ તાલુકામાં વધુ ન ફેલાય તેનામાટે તાલુકામાં આરોગ્ય વિભાગનેતકેદારી રાખવાની સુચનાઆપવામાં આવી હતી.સૌથી વધુવસો તાલુકામાં આંખો આવવાના૨૬૩ કેસ નોંધાયા છે. બીજાનંબરે નડિયાદમાં આંખઆવવાના૨૨૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંતબલ્ડ સેમ્પલ ૬૫૯ લેવામાંઆવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: