એક મહિલા સહિત બે વ્યક્તિઓને તેર જેટલા ઈસમોએમાર મારી રૂા. ૩,૫૫,૫૦૦ની મત્તાની લુંટ ચલાવી.
નીલ ડોડીયાર દાહોદ
અદાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના અમદાવાદ-ઈન્દૌર હાઈવેની બાજુમાં આવેલ અવંતિકા રિસોર્ટમાં રોકાયેલ એક મહિલા સહિત બે વ્યક્તિઓને તેર જેટલા ઈસમોએ દંપતિને માર મારી તેઓના પાસેથી રોકડા રૂપીયા ૩,૧૫,૦૦૦ તેમજ સોના દાગીના, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩,૫૫,૫૦૦ની મત્તાની લુંટ ચલાવી ઈસમો નાસી જતાં વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતાં પ્રેમસીંગ અર્જુનસીંગ સીસોદીયા તથા તેમની સાથે હીનાબેન એમ બંન્ને જણા ગત તા.૨૫મી જુલાઈના રોજ દાહોદ તાલુકા ખાતે આવ્યાં હતાં અને તેઓ દાહોદ તાલુકાના અમદાવાદ-ઈન્દૌર હાઈવેની બાજુમાં આવેલ અવંતિકા રિસોર્ટ ખાતે રોકાયા હતાં. પ્રેમસીંગભાઈને હીરેનભાઈના ગુરૂજીએ કુટીરની જગ્યા પસંદ કરવા માટે જણાવ્યું હતું જેથી આર્શિવાદભાઈ તથા તેની સાથે અન્ય બીજા દશથી બાર જેટલા અજાણ્યા ઈસમોએ આગતરૂ કાવતરૂં રચી પ્રેમસીંગભાઈને મળવા આવ્યાં હતાં અને તે દરમ્યાન પ્રેમસીંગભાઈ તથા તેમની સાથેના હીનાબેનને માર મારી, ધાકધમકીઓ આપી પ્રેમસીંગભાઈ પાસેથી આંગડીયા પેઢીથી મંગાવેલ રોકડા રૂપીયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ)) તેમજ તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા. ૧૫,૦૦૦, ત્રણ મોબાઈલ ફોન, હીનાબેને ગળામાં પહેરી રાખેલ સોનાની ચેઈન, હાથમાં પહેરી રાખેલ ચાંદીનું કડું વિગેરે મળી કુલ રૂા. ૩,૫૫,૫૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી આર્શિવાદભાઈ તથા તેમની સાથેના બીજા દશથી બાર જેટલા ઈસમો નાસી ગયાં હતાં.આ સંબંધે પ્રેમસીંગ અર્જુનસીંગ સીસોદીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
