અદલવાડા ડેમ માંપાણીની આવક વધતાખેડૂતોમાં ખુશીની લહેર.

વનરાજ ભુરીયા

ધાનપુર તાલુકામાં મોઢવા ગામે આવેલ અદલવાડા ડેમ માં ચોમાસાની ચાલુ સિઝનમાં ઉપરવાસ તેમજ ડેમ સાઈડ સતત વરસતા સાર્વત્રિક વરસાદ થી ડેમમાં પાણીની આવક વધતા અવર ફલોની સપાટી વટાવતા ડેમ ઓવર ફ્લો થયો. નીચાણ વાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા ખેડૂતોમાં ખુશીની લહેર

ધાનપુર તાલુકામાં મોઢવા ગામે નડેશ્વર નદી ઉપર બાંધવામાં આવેલ અદલવાડા ડેમ ગત વર્ષે ઓછા વરસાદના કારણે ખાલી રહ્યો હતો અને ઉનાળામાં આ ડેમની સપાટી નીચે જતા ડેમની સપાટી ૨૨૮.૫૦ મીટર પહોંચી હતી ક્યારે આ વર્ષે ચોમાસાની સિઝનનો વરસાદ શરૂ થતા ઉપરવાસ તેમજ ડેમ સાઈટ વધુ વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક નો સ્ત્રોત જાણે ચાલુ થયો હોય તેમ ડેમની સપાટી વધવા લાગી હતી ત્યારે આ ડેમ ની સપાટી માં વધારો થતા ગતરોજ વહેલી સવારે ઉપરવાસ તેમજ ડેમ સાઇટ સાર્વત્રિક વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધતા ડેમની અવર ફલોની૨૩૭.૩૦ મીટર ની સપાટી વટાવતા ડેમ અવર ફલો થતા આ વર્ષે ડેમમાં ૩૦ ફૂટ થી વધુ પાણીની આવક થઈ હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમની સપાટી વધતા અને ડેમ ઓવરફ્લો થતાં ધાનપુર તાલુકાના નીચાણ વાળા ગામો જેમા મોઢવા, રામપુર ,વેડ ,તેમજ દેવગઢબારિયા તાલુકાના વાંદર, મોટા કેલીયા, ભૂલવણ, દેગાવાડા, ઝાબિયા મળી કુલ નવ જેટલા ગામોને સાવચેતીના પગલે એલર્ટ કરવામાં આવ્યા છે અને સ્થાનિક તલાટી તેમજ ગામના સરપંચને સાવચેતી રાખવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તેમજ જરૂર પડીએ નિચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉભી થાય તે માટે તંત્ર પણ સંજ બન્યું છે ત્યારે ડેમ અવરફલો થતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમનો ડેમ નો અવર ફલો જોવા માટે વહેલી સવારથી પહોંચ્યા હતા બીજી તરફ ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!