લૂંટ ચલાવનાર બે ઈસમો ને ગણતરી ના કલાક મા ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલીસ.

નીલ ડોડીયાર

દાહોદ તા.૨૮દાહોદ તાલુકાના અમદાવાદ ઈન્દોર હાઇવે ખાતે આવેલ અવંતિકા રિસોર્ટ માં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી આવેલ એક મહિલા સહિત બે વ્યક્તિઓ પાસેથી તેર જેટલા 300000 ઉપરાંત ની રોકડ રકમ સહિત સોનાના દાગીના ની લૂંટ ની ઘટનાને પગલે દાહોદ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં આ લૂંટને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,34,500 નું મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે

.ગત તારીખ 25 મી જુલાઈ ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા પ્રેમસિંગ અર્જુનસિંહ સિસોદિયા તથા તેમની સાથે અન્ય એક મહિલા દાહોદ ખાતે કુટીર ની જગ્યા પસંદ કરવા માટે આવ્યા હતા અને દાહોદ તાલુકાના અમદાવાદ હાઈવે ની પાસે આવેલ અવંતિકા રિસોર્ટ ખાતે રોકાયા હતા ત્યારે આશીર્વાદ નામક વ્યક્તિ તથા તેની સાથે અન્ય બહારથી 13 જેટલા ઈસમ હોય પ્રેમસિંહભાઈ તથા તેમની સાથેની મહિલાને ધમકી આપી પ્રેમસિંગભાઈ પાસેથી આંગડિયા પેઢીના રૂપિયા ત્રણ લાખ રોકડા તેમના ખિસ્સામાંથી 15 હજાર રોકડા ત્રણ મોબાઈલ ફોન તથા મહિલાએ પહેરી રાખેલ સોનાની ચેન તેમજ હાથમાં પહેરી રાખેલ ચાંદીનું કડુ મળી કુલ રૂપિયા 3,55,500 ની મત્તાની લૂંટ ચલાવી ઇસમો નાસી ગયા હતા ત્યારે આ સંબંધે પ્રેમસિંહભાઈ દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઇ દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં આ લૂંટમાં સામેલ બે ઈસમો જેમાં મળ્યા ભાઈ ઓળખે આશીર્વાદ મનસુખભાઈ સંગાડા (રહે.દસલા, આગલા ફળિયુ તા. જી. દાહોદ) અને મજીતભાઈ કરણસિંહ ડામોર (રહે. બોરીયાળા, દીવાનિયાવાળ ફળિયુ, તા. જિ. દાહોદ) નાને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,34,500 નું મુદ્દામાલ કબજે કર્યો હતો. દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંને ઇસમોને કતવારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: