ગરબાડા પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરતા ટ્રાફિક નિયમોના ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી.
વનરાજ ભુરીયા
ગરબાડા પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરતા ટ્રાફિક નિયમોના ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર જે ગુઆરકારના ચાલક તથ્ય નામના ઈસમે નવ નિર્દોષ લોકોને ભોગ લિધા ગુજરાત પોલીસ એક્શન માં જોવા મળી હતી અને ઓવર સ્પીડ તેમજ લાઇસન્સ વગરના નબીરાઓ તેમજ રોડ પર બેફામ ગાડી હંકારતા વાહન તાલુકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા અને એક મહિનાની ગુજરાત ભરમાં મેગા ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે અને સરકાર દ્વારા કોઈપણ ની ભલામણ સાંભળવામાં નહીં તેવી રજૂઆત કરી હતી જેના ભાગરૂપે ગરબાડા રિલાયન્સ ચોકડી નજીક ગરબાડા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું લાઇસન તેમજ વાહનોના આરસીબુક વગર આવતા સમૂહને પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો.

