સીઆરસી વજેલાવ કક્ષાની કલા મહોત્સવ અને વાર્તા સ્પર્ધા નેલસુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.
વનરાજ ભુરીયા
સીઆરસી વજેલાવ કક્ષાની કલા મહોત્સવ અને વાર્તા સ્પર્ધા નેલસુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.ગરબાડા તારીખ 28રાજ્ય સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય ,સાહિત્ય રચનાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વિગેરે જેવા વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ 2023 24 માં જીસીઈઆરટી દ્વારા કલાઉત્સવનું વજેલાવ સીઆરસી કક્ષાનું આયોજન નેલસૂર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજરોજ પૂર્વ સી.આર.સી અને ભુતવડ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં શાળાના રાષ્ટ્રીય એવોર્ડીશિક્ષક રાજેશભાઈ બારીયાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. સી.આર.સી કો ઑ.લક્ષ્મણસિંહ પરમાર એ કાર્યક્રમ અંગે સમજ આપી હતી. આ સ્પર્ધામાં ધોરણ એક બે ની બાળ વાર્તામાં માતવા મુખ્ય પ્રાથમિક શાળાના પુષ્પા સુરેશભાઈ અને ધોરણ ત્રણ થી પાંચ માં ભુતવડ પ્રાથમિક શાળાની ચૌહાણ આરોહી હિતેશભાઈ તથા ધોરણ 6 થી 8 માં વાર્તા લેખનમાં માતતવા મુખ્ય પ્રાથમિક શાળાના બામણીયા શિવાની મહેશભાઈ તેમજ બાળ કવિ સ્પર્ધામાં માતવા મુખ્યના બારીયા નિધિ હરેશભાઈ સંગીત ગાયન સ્પર્ધા માં માતવા મુખ્ય મીનામાં સુનિતા શૈલેષભાઈ તેમજ ચિત્ર સ્પર્ધા માતવા મુખ્ય તડવી સવિતા દિનેશભાઈ સંગીત વાદન સ્પર્ધામાં માતવા મુખ્યપલાસ હાર્દિક નગરસિંહ સ્પર્ધકો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જેમને અગામી તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે તમામ સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભવો ના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પટેલ જાગૃતીબેન તથા ભાવેશભાઈ રાજેશભાઈ તડવી, ઝાલા દલપતભાઈ, બામણીયા જિજ્ઞાસાબેન ડામોર જગદીશભાઈ,આ શાળાના તમામ શિક્ષકોએ જરૂર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજની સ્પર્ધામાં માતવા મુખ્ય પ્રાથમિક શાળા વિજેતા જાહેર થાય છે.