કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા સમગ્ર જિલ્લામાં સંચારબંધી લાગુ કરાઇ
દાહોદમાં કરફ્યુ લાગુ – આવશ્યક સેવાઓને અપાઇ મુક્તિ
દાહોદ તા.23
સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી આરોગ્યલક્ષી સંચારબંધી એટલે કે કરફ્યુ દરમિયાન કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની પ્રવૃત્તિને છૂટછાટ આપી છે. વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા કોરોના વાયરસથી દાહોદના નગરજનો સંક્રમિત ના થાય તે માટે કલેક્ટરશ્રી દ્વારા સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં આગામી તા. ૩૧ સુધી જાહેર કરેલી સંચારબંધી એટલે કે, કરફ્યુ દરમિયાન નાગરિકોને કોઇ તકલીફના પડે એ માટે કેટલીક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે.
જેમાં તમામ નગરપાલિકાઓ, પંચાયત સહિતની તમામ સરકારી સેવાઓ, દૂધ, શાકભાજી, ફળફળાદીની દૂકાનો, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી તથા મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, વીજળી અંગેની સેવાઓ, વીમા કં૫નીઓ, ઇન્ટરનેટ, ટેલીફોન તથા આઇટી સંબંધિત સેવાઓ, મીડિયા, સમાચાર પત્રો, પેટ્રોલ પમ્પ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાતંત્ર, બેંક, એટીએમ, ક્લિયરિંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ, આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અતિ આવશ્યક સેવાઓ, ખાદ્ય પદાર્થો, ખાદ્ય સામનને લગતી સેવાઓ, દવાઓ, પેસ્ટ કન્ટ્રોલ તથા અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા અને તેને લગતી ઇકોમર્સ સેવાઓને આ કરફ્યુમાંથી છૂટછાટ આપવામાં આવી છે.
તદ્દઉપરાંત, આ જાહેરનામામાં એવું પણ જણાવવામાં આવ્યું કે, જાહેરસેવાઓ, તત્કાલ સેવાઓ સાથે સંકળાયેલા સ્ટાફ તથા સરકારી ફરજ પરના વાહનો અને અંતિમ યાત્રાને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ સજાને પાત્ર ગુનો બને છે.
#dahod sindhuuday