દાહોદમાં સંચારબંધી દરમિયાન શ્રમિકોના દૈનિક વેતન ચાલુ રાખવા કલેક્ટરની અપીલ
દાહોદ તા.23
કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી સંચારબંધી દરમિયાન દૈનિક વેતન મેળવતા શ્રમિકોના પગાર ન કાપવા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કારખાનાદારો તથા નોકરીદાતાઓને અપીલ કરી છે.
કલેક્ટરશ્રી ખરાડીએ જણાવ્યું કે, કોરોના વાયરસને પગલે સીઆરપીસીની કલમ ૧૪૪ મુજબ લાગુ કરવામાં આવેલી સંચારબંધીથી દૈનિક વેતનથી કમાતા શ્રમિકોને કોઇ અગવડ ના પડે તે માટે તેમના નોકરીદાતાઓ વેતન આપવાનું ચાલું રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીઆઇડીસી અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી બેઠક કરવામાં આવી છે. જેમાં કારખાનેદારોને આ બાબતે સમજાવવામાં આવ્યા છે.
ઘરકામ માટે આવતી વ્યક્તિને પણ આ દિવસોનું પૂરેપૂરૂ વેતન આપવાની માનવ સહજ સંવેદના દાખવવા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
#dahod sindhuuday