પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફતેપુરાના ધારાસભ્યને તેમની દાદી ના હાલ ચાલ પૂછ્યા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફતેપુરાના ધારાસભ્યને તેમની દાદી ના હાલ ચાલ પૂછ્યા તમામ ધારાસભ્યો નો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી તે દરમિયાન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો નો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો તેમ જ ભોજન સમારંભનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં પ્રધાનમંત્રીએ ધારાસભ્ય રમેશભાઈ કટારાને તેમની દાદી વિશે પુછા કરી હતી અને જણાવ્યું હતું કે હું તમારા ઘરે આવ્યો હતો અને દાદીના હાથના રોટલા પણ મે ખાધા હતા.


