જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્ક વાળા વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર,તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન  રેન્ક વાળા વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર, તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા નડિયાદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સ ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ, જેમનો એ -વન ,એ -ટુ ગ્રેડ આવ્યા છે. તેવા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ તથા ધોરણ ૧૨ સાયન્સમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન  રેન્ક વાળા વિદ્યાર્થી જૈનીલ પટેલ ને પ્રમાણપત્ર, તથા સ્મૃતિ આપી સન્માનિત કરવા નો સમારંભ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને વિઝન સ્કૂલ ઓફ સાયન્સ ના સંયુક્ત ઉપક્રમે , યોજાયો. વિઝન સ્કૂલ ઓફ સાયન્સના ચેરમેન જીગ્નેશ પટેલ ની મોટીવેશનલ સ્પીચ , આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી એ સૌ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિઝન સ્કૂલ ઓફ સાયન્સના તમામ શિક્ષક ગણ વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ વિદ્યાર્થીઓ નું સન્માન સ્કૂલના શિક્ષકો દ્વારા કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: