અકસ્માતમાં લીધેલી વીમા પોલિસી સાથે છેડછાડ કરવા બદલ.

દાહોદ. વનરાજ ભુરીયા

દાહોદ જિલ્લાના પાંચવાડા ગામના એક વ્યક્તિને પોતાની મોટર સાયકલના થયેલ અકસ્માતમાં તેઓએ લીધેલી વીમા પોલિસી સાથે છેડછાડ કરી સુધારાવધારા કરાવી બનાવટી વીમા પોલિસીના દસ્તાવેજ બનાવી તેનો સાચા તરીકે પોલિસ સ્ટેશનમાં રજુ કરતા તે વીમા પોલિસીની ચકાસણીમાં વીમા પોલિસીના દસ્તાવેજ બનાવટી હોવાનું બહાર આવ્યાનું જાણવા મળ્યું છે.ગત તા. ૯-૨-૨૦૧૭ના રોજ થયેલ અકસ્માતમાં જીજે-૨૦ એમ-૭૮૮૫ નંબરની હીરોહોન્ડા પેથન મોટર સાયકલના માલિક દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના કેનાલ ફળીયામાં રહેતા સંજયભાઈ કુવરાભાઈ કળમીએ આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ કંપીનીની ઉતરાવેલ વીમા પોલિસી નંબર /૫૨૨૦૧૩૭/૧/૧૦/ ૦૦૪૩૮૧માં છેડછાડ કરી વીમા પોલિસીમાં સુધારા વધારા કરાવી બનાવટી વીમા પોલિસીના દસ્તાવેજાેનો સાચા તરીકે ઉપયોગ કરી દાહોદ તાલુકા પોલિસ સ્ટેશનમાં ઉપરોક્ત અકસ્માતના બનાવના કામે બનાવટી વીમા પોલિસી રજુ કરી હતી જેની અમદાવાદ ખાતેની બ્રાંચમાં ચકાસણી માટે મોકલાતા જ્યાં તાલુકા પોલિસ સ્ટેશનમાં રજુ કરવામાં આવેલ વીમા પોલિસી બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું.આ સંબંધે પાંચવાડા કેનાલ ફળિયાના સંજયભાઈ કુંવરાભાઈ કળમી વિરૂધ્ધ અમદાવાદના મનોજભાઈ મોહનભાઈ શાહે દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદને આધારે પોલિસે ઈપિકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ છેડતપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!