દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામેથી પોલીસે જાહેરમાં રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
દાહોદ તા.૦૩ પથિક સુતરીયા દે. બારીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામેથી પોલીસે જાહેરમાં રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે ૧૮ જુગારીઓ પૈકી ૧૨ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૧,૧૮૦, મોટરસાઈકલો, મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૧,૦૦,૧૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો જ્યારે અન્ય ૦૬ જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.ગતરોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ઉચવાણ ગામે નેશ ફળીયા તરફ જતા રોડની ચોકડી ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગોળ કુંડળુ વળી પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા હતાં ત્યારે પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ૧૮ જુગારીઓ પૈકી અજુગનભાઇ અમરાભાઇ મેઘવાળ, કિરીટભાઇ સોમાભાઇ પટેલ, કરશનભાઇ કનાભાઇ જાતે મેઘવાળ, ગોરાભાઇ શનાભાઇ મેઘવાળ, મોહનભાઇ મુળાભાઇ મેઘવાળ, જેઠાભાઇ ગોરાભાઇ જાતે મેઘવાળ, નાનાભાઇ ગોકળભાઇ પટેલ, મહેશભાઇ અમરાભાઇ મેઘવાળ, પેથાભાઇ ધનાભાઇ મેઘવાળ, પપ્પુભાઇ દેવાભાઇ મેઘવાળ, લક્ષ્મણભાઇ શનાભાઇ મેઘવાળ, દિનેશભાઇ છત્રસસંહ પટેલને ઝડપી પાડ્યાં હતાં તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૧,૧૮૦, ૦૩ મોટરસાઈકલ કિંમત રૂા. ૫૦૦,૦૦૦, ૦૭ મોબાઈલ ફોન કિંમત રૂા. ૩૪,૦૦૦ વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૧,૦૦,૧૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો જ્યારે પુનાભાઇ દેવાભાઇ મેઘવાળ, નરેશભાઇ માનાભાઇ મેઘવાળ, હરેશભાઇ માનાભાઇ મેઘવાળ, અમરાભાઇ ભુરાભાઇ મેઘવાળ, ચકાભાઇ નારસીંગભાઇ પટેલ, રમેશભાઇ નાનસીંગભાઇ પટેલ જુગારીઓ નાસી જવામાં સફળ રહેતાં દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.———————–