એલ.સી.બી. પોલીસે ઓચિંતો છાપો મારી મકાનમાંથી રૂા. ૧,૪૫,૪૫૮ ના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યું.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી એક રહેણાંક મકાનમાંથી દાહોદ એલ.સી.બી. પોલીસે ઓચિંતો છાપો મારી મકાનમાંથી રૂા. ૧,૪૫,૪૫૮ ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતો વિનુભાઈ જાેરસીંગભાઈ ભાભોરના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૧૩૬૨ જેની કુલ કિંમત રૂા. ૧,૪૫,૪૫૮ નો પ્રોહી જથ્થો ઝડપી પાડી દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.