નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તના જન્મ જયંતિની ઉજવણી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તના જન્મ જયંતિની ઉજવણી ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં તારીખ: ૩ ઓગસ્ટ ના રોજ સવારે ૧૧ કલાકે હિન્દી વિભાગ દ્વારા આચાર્યશ્રી ની પ્રેરણાથી હિન્દીના રાષ્ટ્રીય કવિ “મૈથિલી શરણ ગુપ્ત જન્મ જયંતિ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં અધ્યક્ષ તરીકે આચાર્યશ્રી ડૉ. મહેન્દ્રકુમાર દવે સર, હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.રાની મેડમ, હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.કલ્પનાબેન ભટ્ટ અને ડૉ. ચિરાગભાઈ પરમાર તેમજ મુખ્ય વિષય હિન્દીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મૈથિલી શરણ ગુપ્ત ના જીવન – પરિચયની સાથે તેમની રચનાઓની પણ માહિતી આપી હતી.આ સાથે વિદ્યાર્થીઓએ મૈથિલી શરણ ગુપ્તના ‘ સાકેત ‘ ‘ યશોધરા ‘, ‘ વિષ્ણુ પ્રિયા ‘ જેવા ખંડકાવ્યો ના કેટલાક સંદર્ભ પ્રસ્તુત કર્યા હતા . જેમાં શાસ્ત્રોમાં ઉપેક્ષિત નારીઓ જેમ કે ગૌતમ બુદ્ધ ની પત્ની યશોધરા, લક્ષ્મણની પત્ની ઉર્મિલા,તેમજ ચેતન્ય મહાપ્રભુ ની પત્ની વિષ્ણુપ્રિયા ની મહત્તા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ગુપ્તજી દ્વારા રચિત રાષ્ટ્રીય કવિતાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું. અને આ રીતે મૈથિલી શરણ ગુપ્ત ને સ્મરણાંજલિ અર્પી હતી. આચાર્યશ્રીએ અધ્યક્ષીય પ્રવચનમા રાષ્ટ્ર કવિની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો અને સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. રાની મેડમે ગુપ્તજીની ની રચનાઓની મહત્તા કેટલી પ્રાસંગિક છે ,તેના પર પ્રકાશ પાડ્યો હતો. હર્ષની વાત છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજમાં sem-૫ નો વિદ્યાર્થી વાઘેલા સુનિલે કર્યું હતું.