જીઆઇડીસીમા મસાલાની ફેક્ટરીના સ્ટોર ડિપાર્ટમેન્ટ રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.
નરેશ ગનવાણી
જીઆઇડીસીમા મસાલાની ફેક્ટરીના સ્ટોર ડિપાર્ટમેન્ટ રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી નડિયાદની જીઆઇડીસી માં આવેલી અથાણાં બનાવતી ફેક્ટરીમાં શનીવારે રાત્રે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.નડિયાદમાં જીઆઇડીસીમાં આવેલ એડીએફ ફૂડ્સ લિમિટેડ નામની ફેકટરીમાં આવેલ છે.જેમા રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીના બીજા માળે સ્ટોર ડિપાર્ટમેન્ટમા યુનિટ બે કોઈ કારણસર આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. ફાયર વિભાગને ધટનાની જાણ કરતાં બે ફાયર ફાઇટર સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે કંપનીમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે જણાવ્યું છે.