પરીવાર વતનમાં ગયા અને તસ્કરોએ મકાને નિશાન બનાવી ૧.૫૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા.

નરેશ ગનવાણી

પરીવાર વતનમાં ગયા અને તસ્કરોએ મકાને નિશાન બનાવી ૧.૫૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા માતર તાલુકાના રતનપૂરમાં રહેતા પરિવાર  વતનમાં ગયા હતા. દરમિયાન અજાણ્યા  ઈસમોએ ઉપરના માળના દરવાજાનો નકુચો તોડી  રૂ ૧.૫૦ લાખની મત્તાની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરિવાર વતનમાંથી પરત આવતા મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધ્યો છે. માતર તાલુકાના રતનપૂરમાં નિવૃત શિક્ષક અબ્દુલ હફીજ રાજપૂરા સંયુક્ત પરિવાર સાથે રહે છે. જે ૩૧ જુલાઇના રોજ અબ્દુલહફીજ પરિવાર સાથે પોતાના વતન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગયા હતા. જ્યાં બે દિવસનુ રોકાણ બાદ પરિવાર  પરત રતનપુર આવ્યો હતો. દરમિયાન મકાનના બીજા માળનો દરવાજો ખુલ્લો  હતો. જ્યારે  મકાનમાં તપાસ કરતા કબાટો ખુલ્લા અને ધરનો સામાન વેરવિખેર હાલતમાં  હતો. કબાટની અંદર મૂકેલ રોકડ રૂ ૧.૨૦ લાખ અને વિદેશી કરન્સી ૧૪૦૦ રીયાલ એટલે રૂ ૩૦ હજાર ૮૦૦ મળી કુલ રૂ ૧.૫૦ હજાર ૮૦૦ની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ.  અજાણ્યા શખ્સો ઉપરના માળના દરવાજાનો નકુચો તોડી  ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે અબ્દુલહફીજ રાજપૂરાની ફરિયાદ આધારે માતર પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: