દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ રચિત યુવા અને મહિલા સંગઠનની મીટીંગ દાહોદ ખાતે યોજાઇ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ રચિત યુવા અને મહિલા સંગઠનની મીટીંગ દાહોદ ખાતે યોજાઇ..
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ આયોજિત દાહોદ જિલ્લા પંચાલ સમાજ યુવા અને મહિલા સંગઠનની મીટીંગ પંચાલ સમાજની વાડી દાહોદ ખાતે યોજાઇ ગઈ..જેમાં સમાજ ઉત્કર્ષ ના વિવિધ મુદ્દાઓ પર વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી તેમજ આગામી સમયમાં પંચાલ સમાજ દ્વારા આગામી સમયમાં જીવનસાથી પસંદગી અને પરિચય સંમેલન યોજવામાં આવનાર છે તે માટે દાહોદ જિલ્લાના પંચાલ સમાજના યુવક યુવતીઓ માટે દરેક તાલુકાઓમાં ફોર્મ ભરી નામ નોંધણીનું કામ હાથ ધરેલ છે જેથી દાહોદ જિલ્લા કક્ષાનો આ પ્રોગ્રામ ભવ્ય રીતે સફળ થાય.
આ પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ મહાનુભવો દ્વારા માર્ગદર્શન આપી સમાજ વિકાસ માં તમામને આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો..આગામી યોજાનાર પરિચય સંમેલનમાં સૌ એ સાથ સહકાર આપી સફળ બને તેવા પ્રયાસ કરવા અપીલ કરવામાં આવી ત્યારબાદ છેલ્લે સૌના આભાર દર્શન સાથે મીટીંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી.




