ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા.

નરેશ ગનવાણી

ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા નડિયાદમાં વ્યક્તિ ટ્રેનની ટીકીટ રદ કરાવવા ગુગલ મારફતે સર્ચ કરેલ ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો તો ગઠિયાનો ભેટો થયો હતો. અને  ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને ફોનનો એક્સેસ મેળવી લીંક મોબાઈલ નંબર બે ખાતા સાથે હોવાથી આ બંને ખાતામાંથી નાણાં  ઉપડી ગયા હતા. આઇઆરસીટી ના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી બે ખાતામાંથી કુલ રૂપિયા ૨.૪ લાખ ઉપાડી લેતા આ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.નડિયાદમાં મોટાપોર સુરાફળિયું ખાતે રહેતા  નિમેષભાઈ ભાઈલાલભાઈ પટેલ પોતે વડોદરાની ખાનગી કંપનીમાં  કામ કરે છે. તેમના મોબાઇલ નંબર પર તેમનુ અને  તેમના કાકીનુ આમ બે ખાતા લીંક છે. ૩૦ જુલાઈના રોજ તેમના કાકીને નડિયાદથી બિકાનેર ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવેલ હતી જે ટિકિટ કેન્સલ  કરવાની હતી  એટલે  નિમેષભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ ક્રોમમાં આઇઆરસીટી સર્ચ કરતાં  ટોલ ફ્રી નંબર  પર સંપર્ક કર્યો હતો.ત્યારબાદ નંબર ધારકે ટીકીટની વિગતો માંગી હતી. જે નિમેષભાઈએ આપી હતી અને  પ્રોબ્લેમ સોલ ન થતાં ગઠિયાએ ઉપરોક્ત વોટ્સ નંબરથી મેસેજ કરેલો અને એક લિંક મોકલી હતી.  આ લીંકમા કોઈ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી અને નંબરો નખાવી લગભગ અડધા કલાક સુધી ચાલુ ફોન રાખી નિમેષભાઈને લટકાઈ રાખ્યા હતા. અને છેલ્લે ફોનનો એક્સેસ મેળવી ગઠીયાએ બેંકના ખાતામાંથી નાણાં ઉપાડવાનું ચાલુ કર્યું હતું.  નિમેષભાઈના મોબાઈલ પર નાણાં ઉપડ્યાના મેસેજ પડતાં તેઓએ તુરંત જ ફોન કાપી દીધો હતો.  ત્યાં સુધી તો બે ખાતામાંથી  ટ્રાન્જેક્શન કરી કુલ રૂપિયા ૨ લાખ ૪ હજાર ૮૭૫ ગઠિયાએ ઉપડી લીધી   હતા. આ મામલે જે તે સમયે નિમેષભાઈ ભાઈલાલભાઈ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર અને આજે   નડિયાદ ટાઉન પોલીસમાં ટોલ ફ્રી નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!