ઝાલોદ તાલુકાની કાંકરાધરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નો વિદાય સમારંભ યોજાયો

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાની કાંકરાધરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નો વિદાય સમારંભ યોજાયો

ઝાલોદ તાલુકાની કાંકરાધરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતા બેન પી.પટેલીયા ની જિલ્લાફેર બદલી થતા શાળામાંથી વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નૈલેશભાઈ ડી.મુનીયા સાહેબ તથા તાલુકા બીઆરસી કો. ઓર્ડીનેટર શ્રી કલ્પેશભાઈ મુનીયા સાહેબ,શિક્ષક સોસાયટી ચેરમેન શ્રી અનિલભાઈ ડામોર સાહેબ તેમજ તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી કલ્પેશભાઈ અડ સાહેબ,મહામંત્રી શ્રી કનુભાઈ પારગી સાહેબ,તથા બીટ કેળવણી નિરીક્ષક શ્રી રમસુભાઈ પારગી સાહેબ તેમજ અન્ય શાળામાંથી પધારેલ આચાર્યશ્રીઑ,શિક્ષક મિત્રો,વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે DPEO સાહેબ તેમજ BRC સાહેબે વિદાય લઈ રહેલા શિક્ષકની ૧૦ વર્ષની પ્રશંશનીય કામગીરીને બિરદાવી તેમજ આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.આ વિદાય પ્રસંગે ૧૦ વર્ષ સુધી શિક્ષણ ની સેવા આપી ત્યારે નાના ભૂલકાઓ તેમજ સૌ વાલીઓના તેમજ વિદાય લઈ રહેલા શિક્ષક ના આંખમાં આંસુ જોવા મળી રહ્યા હતા.કાર્યક્રમ ને અંતે સૌ બાળકોએ ભોજન લઈ તેમજ વિદાય લઈ રહેલા શિક્ષક તરફથી શાળા ના દરેક બાળકોને એજ્યુકેશન કીટ અર્પણ કરી એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: