વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ ડુંગરી પ્રાથમિક શાળામાં યોજાયો.
પંકજ પંડિત
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ ડુંગરી પ્રાથમિક શાળામાં યોજાયો. તારીખ-08/08/2023 ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી થઈ. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક રમેશભાઈ ભાભોરે આદિવાસી દિવસ નિમિત્તે પોતાનું પ્રાસંગિક ઉદબોધન કરેલ.શાળાની વિદ્યાર્થીની ખાંગુડા હર્ષિતાકુમારી એ આદિવાસીઓના ભગવાન અને ક્રાંતિકારી બિરસામુંડાના જીવન વિશે વિસ્તારપૂર્વક વક્તવ્ય આપેલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી.રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, આદિવાસી વેશભૂષા, આદિવાસી લોકગીત, આદિવાસી નૃત્ય વગેરે પ્રવૃત્તિઓ યોજવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકોએ અને બી.એડના તાલીમાર્થીઓ જોડાયા હતા.