ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા.
દાહોદ તા.૧૧
ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા દોઢ વર્ષ અગાઉ સમારોહનું આયોજન કરી મુખ્યમંત્રી સમક્ષ ત્રણ માંગણીઓ મૂકવામાં આવી હતી કે જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બિલ્ડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે, નવા એસ.ઓ.આર. મુજબના ભાવ મંજૂર કરવામાં આવે અને જીએસટી વગરના ટેન્ડર કાઢવામાં આવે આ ત્રણ માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી જેથી દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ રજૂઆતોનો પરિણામ નહીં મળતા સરકારી વિભાગોમાં ટેન્ડર નહીં ભરવાનો સર્વાનો મતે નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણયને દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આજે મીટીંગ કરી જિલ્લાના તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા સમર્થન જાહેર કરી એક ઓગસ્ટથી સરકારી વિભાગોમાં ટેન્ડર નહીં ભરવાનો નિર્ણય કરાયો હોવાનું દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખ જયેન્દ્રસિંહ બામણ દ્વારા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મારી ત્રણ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ટેન્ડર ભરવામાં નહીં આવે ત્યારે કોન્ટ્રાક્ટર એસોસિએશનના આ નિર્ણયથી સરકારી વિભાગોમાં બાંધકામની કામગીરી ઠપ થઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.