ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા  મધ્યઝોન જિલ્લા પંચાયતના  સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ.

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા  મધ્યઝોન જિલ્લા પંચાયતના  સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ.

ખેડા જિલ્લાના વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા  મદયઝોન જિલ્લા પંચાયતના સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ  શરૂ થયો છે.દ્વિદિવસિય પ્રશિક્ષણનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.આ પ્રશિક્ષણ વર્ગની વિગતો આપતા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ  પટેલે જણાવ્યું હતું કે,મધ્ય ઝોનના જિલ્લાના ૧૩૭ જેટલા સભ્યો આ  વર્ગમાં ભાગ લઈ રહ્યા છે.આ એક  માત્ર રાજકીય પક્ષ છે કે જેમાં કાર્યકર્તાનું વૈચારિક ઘડતર થાય તેવા  કાર્યક્રમો  ભાજપ  દ્વારા યોજાઈ રહ્યા છે.દ્વિ દિવસીય શિબિરનો ઉદ્દેશ જન પ્રતિનિધિ અને કાર્યકર ઘડતરનું છે.જેમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન મળી રહેશે.આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત  વિધાન સભાના નાયબ દંડક  રમણભાઈ સોલંકી,આણંદ જિલ્લા  પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર,પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી,દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલ બેન વાઘેલા, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાત પરીક્ષણ વર્ગના ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરા અને જગતભાઈ પટેલ આ ઉપરાંત આણંદ જિલ્લાના સાંસદ  મિતેશ ભાઈ પટેલ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ  અજયભાઈ બ્રહ્મભટ્ટ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે દ્વિદિવસિય આ  શિબિર  દરમિયાન  બીજા દિવસે તા.૧૩ મી ઓગસ્ટ  સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ ગુજરાતના મુખ્ય  પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી વર્ગખંડમા  સભ્યોને માર્ગદર્શન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!